બસની સફરમાં હેતની સરવાણી વહે છે,એક મા પોતાના કાળજાના કટકાને કંઈક કહે છે.માતાના મુખ પર છલકાય છે વ્હાલનો સાગર,દુનિયાની બધી ખુશીઓ જાણે એની આગળ!નાનું અમથું બાળ માની ગોદમાં મલકાય છે,માતાનો મીઠો સાદ સાંભળીને હરખાય છે.ઊંચી નીચી નજરે એ માની સામે જોયા કરે,જાણે આંખોથી જ એ વાતો હજારા કરે.મા બોલે મીઠો બોલ ને બાળક ખિલખિલાટ હસે,એના નાના હસતા ચહેરામાં આખું બ્રહ્માંડ વસે.નથી જોઈતી એને દુનિયાની કોઈ અમીરાત,બસ મળી જાય જો આમ જ માની મીઠી સોગાત.આ સફર નથી માત્ર રસ્તાની, આ તો પ્રેમની સફર છે,જ્યાં માની સુરક્ષિત ગોદ છે, ત્યાં બાળક સાવ બેફિકર છે.માતાની વાતો અને આ બાળકની પવિત્ર મુસ્કાન,જોઈને હર કોઈ કહી ઉઠે, ધન્ય છે આ માતૃત્વનું વરદાન.
Meeta Thakor