Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હું - જે હંમેશા વપરાયો" (અછાંદસ કાવ્ય)

હું એજ છું,
પરિવાર અને કુટુંબના બે કાંઠા વચ્ચે
અટવાયેલો એક માણસ.

એક બાજુ લોહીના સંબંધો,
બીજી બાજુ સમાજની સાખ,
અને વચ્ચે હું,
બંનેને સાચવવા મથતો,
પોતાની જાતને ખોતો ગયો.

મને ખબર છે...
ક્યારે મારી જરૂર છે અને ક્યારે હું નકામો છું,
ક્યારે મારા ખભે હાથ મુકાય છે, અને ક્યારે પીઠ પાછળ હાથ છોડી દેવાય છે.

જ્યારે કામ હોય ત્યારે હું 'આપણો' છું,
કામ પતી જાય એટલે હું 'પારકો' છું.
મારા સારા સમયે મારી વાહ વાહ,
અને મારા ખરાબ સમયે બધા અજાણ્યા.

આને જ તો Use & Throw કહેવાય છે ને?
પણ તકલીફ એ છે કે ફેંકનારા બીજા નથી,
ફેંકનારા મારા પોતાના જ છે.

હું મૂરખ નથી,
હું બધું જ સમજું છું.
કોણ સ્વાર્થ માટે હસે છે,
કોણ મતલબ માટે રડે છે,
કોણ મારી પાસે થી લઈ જવા માટે જ સંબંધ રાખે છે,
બધું જ...

છતાંય...

છતાંય હું સંબંધ તોડી શકતો નથી.
કારણ કે મને સંબંધોમાં હિસાબ નથી આવડતો,
મને આવડે છે તો માત્ર નિભાવવું.

તેઓ મને વાપરી ને ફેંકી દે છે,
હું ફરી પાછો એ જ દરવાજે જઈને ઉભો રહું છું.
કદાચ તેઓ બદલાઈ જશે એ આશામાં નહીં,
પણ મારું લોહી એવું છે કે હું બદલાઈ શકતો નથી એટલે.

મારી વેદના એ નથી કે મારો ઉપયોગ થયો,
મારી વેદના એ છે કે ઉપયોગ કર્યા પછી
એમણે એક વાર પણ પાછું વળીને ન જોયું કે
હું કેમ છું.

હું દુઃખી છું, તૂટેલો છું, કે ભાંગેલો છું, બસ તેમના સ્વાર્થ માટે શેરડીના સાંઠાની જેમ છેલ્લા વધેલા ટીપા સુધી "સ્વયમ્'ભૂ" મને નીચોવી લેવામાં આવે છે.

અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112036191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now