"જિંદગી માલા માલ છે"
જખ્મનો શણગાર છે ને દર્દ પણ સાથોસાથ છે,
શ્વાસમાં ખુમારી છે તો ક્યાં કોઈની મહોતાજ છે.
ખિસ્સા ભલે ખાલી રહ્યા ને આંખમાં અંગાર છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
હાર સામે સ્મિત રાખીને ચલાવી છે સફર,
આ ખુમારી આગળ તો ઝૂકી ગઈ ખુદની નજર,
રણ મહીં પણ જે ખીલે એ જિંદગીની ઢાલ છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
દોસ્તીના નામે લૂંટી ગયા ઘણા અંગત અહીં,
તોય દિલમાં કોઈના માટે કદી નફરત અહીં,
માફ કરવામાં જ મળતી એક અનોખી શાન છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
માન-સન્માન ને ખુમારી એ વેચવાની ચીજ નથી,
કોઈની ગુલામીમાં આ જીવ વહેંચાય એ આ ચીજ નથી,
સ્વમાનની આ દોલત જ તો મારો સાચો કાલ છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
ઠોકરો તો રોજ આવે રાહમાં પણ શું થયું?
હાર માની બેસી રહેવું મુજ સ્વભાવે ના રહ્યું,
ખુદ લડીને ખુદ જ ઊભા થાવું એ કમાલ છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
લઈને આશા ડગ ભરે છે મુશ્કેલીની સાથમાં,
દુનિયા આખી જીતવાની તાકાત છે આ હાથમાં,
ના ડરે આંધી થકી "સ્વયમ્'ભૂ', એવી આ મશાલ છે,
જિંદગી બેહાલ છે ફિર ભી માલામાલ છે.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"