ક્યારેક નાની નાની વાતો અવગણવાથી શાંતિ મળે છે. જલ્દી રિયેક્ટ નહીં કરવું પણ ખૂબ જરૂરી છે. કારણકે અમુક વખતે એ બિલકુલ જરૂરી નથી હોતું. મનની શાંતિ જ સર્વસ્વ છે.
તો શું થયું આજે કોઈએ અપમાન કર્યું?
શું થયું આજે કોઈ આપણે સમજી શક્યું નહીં?
તો શું થયું આજે દિલ તૂટી ગયું?
તો શું થયું આજે આપણે હારી ગયા!
તો શું થયું કોઈએ તમને અવગણ્યા!
તો શું થયું એમના બોલવાથી તમને ખૂબ ખોટું લાગ્યું?
તો શું થયું આજે પણ દિવસ કાલની જેમ જ વીતી ગયો! તો શું થયું પરિણામ શૂન્ય થયું?
તો શું થયું તમે એકલા થઈ ગયા?
તો શું થયું સપનું તૂટી ગયું?
તો શું થયું કોઈ તમને છોડી ગયું?
શ્વાસો ચાલે છે ને! ફરીથી પ્રયત્ન કરો. ફરીથી કોશિશ કરો. ત્યાં સુધી કરો જ્યાં સુધી શ્વાસો ચાલે છે. કારણકે દરેક ચાલતી શ્વાસમાં વિશ્વાસ હોય છે. અને એ વિશ્વાસથી જ સપનાને પાંખો મળે છે.
દર્શુ.