"બંને છેડે દોટ"
બંને છેડે સળગે ચૂલો, બંને છેડે દોટ છે,
સપનાંઓને આંબવાની મનમાં અદભુત ચોટ છે.
હાથ થાકે, શ્વાસ હાંફે, તોય હિંમત અડીખમ,
પરસેવાની બુંદે બુંદે લખાઈ રહ્યો છે દમ.
આ બાજુ પણ પાયો ચણાય, પેલી બાજુ આશ,
બે છેડેથી ઝઝૂમી રહ્યો જીતવાનો વિશ્વાસ.
આજે ભલેને ધૂળ ઊડે ને રસ્તો લાગે ત્રાસ,
કાલ સવારે સોનેરી થાશે આ મહેનતની સુવાસ.
કામ ચાલુ છે તો રંગ પણ ચોક્કસ આવશે,
વખત વીતશે ને પરિણામ હસતું બોલાવશે.
ધીરજ રાખજે ઓ ભાઈલા, સિક્કો ખરો ખણકશે,
વાત જે આજે અધૂરી છે, એ કાલ પૂરું બનીને ચમકશે!
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"