હરિવર, નયનથી નયન મિલાવો.
હરિવર, શબ્દથી શબ્દ ઉચ્ચારો.
ભવોભવની અભિલાષા અમારી,
દર્શનની ચાહ પૂરોને માધવમોરારી.
હરિવર , સન્મુખ થૈને હરખાવો...1
ઝંખના જગત્પતિની છે નિરંતર,
હવે શું અંશઅંશી રાખવું અંતર!
હરિવર, સ્મિતવદને તમે પધારો..2
ધન્યઘડીને ધન્ય સમો હરિવર,
ભક્ત ઉરમાં તમે વસતા સુંદર.
હરિવર, આનંદ ઉત્સવ મનાવો..3
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.