રક્ષાબંધન - એક દોરો સ્નેહનો
કાંડે ફક્ત આ દોરો નથી, સ્નેહનો દરિયો થયો,
સ્પર્શ તારા હાથનો થાતાં જ આ ફળિયો થયો.
યાદ છે એ લડવું ને ક્ષણમાં મનાવી લેવું તારું,
એ મધુર તકરારમાં સંબંધ પણ બળિયો થયો.
સાથે જમતાં, વાતોમાં ખોવાઈ જતાં બાળપણમાં,
હૃદયના સ્પંદન સમો તું શ્વાસનો હિસ્સો થયો.
તારી દુઆઓ વણી છે તેં આ રેશમ તારમાં,
લૂછવા આંસુ તારાં, તૈયાર આ ભાઈ થયો.
તું રહે જ્યાં પણ, અડગ પડખે ઊભો હું સાથ દઈશ,
માન તારું સાચવવા આ જગ સામે લડવૈયો થયો.
આ નથી બંધન કદી, જન્મોજનમનો સાથ છે,
ઈશનો આશીર્વાદ રૂપી પ્રેમ “સ્વયમ્'ભૂ”આ સાચો થયો.
અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ"