"ખોવાયો છું"
ખુદ મારી જ દિલદારી મહીં હું ખોવાયો છું,
ખબર નથી કે ક્યા વિરામે જઈને અટવાયો છું.
તારી સ્મૃતિની ગલીઓમાં દિવસ આખો ભટકાયો છું,
ને સાંજ ઢળતાં ખ્વાબમાં તારા જ પુરાયો છું.
સમજતો હતો કે પ્રેમ તો કેવળ મિલનનો ઉત્સવ છે,
ડૂબ્યો ત્યારે ખબર પડી કે હું તો દર્દના દરિયામાં ડૂબેલો છું.
દુનિયા ભલે કહેતી ફરે કે હું દીવાનો થઈ ગયો,
હા,તારા જ મીઠા એક નશામાં હું છલકાયેલો છું.
મીંચી નજર શોધું તને, આ શ્વાસની હર વાતમાં,
જો, આંખમાં તારી જ હું હંમેશા મિચાયો છું.
પાછા વળવાનો હવે કોઈ વિકલ્પ બાકી નથી,
તારા હૃદયના ખૂણે કાયમ માટે હું 'સ્વયમ્'ભૂ' ફ્રેમ બની મઢાયો છું.
— અશ્વિન રાઠોડ 'સ્વયમ્'ભૂ'