પોતાના જેવા બીજાને ગણાવે.
કવિને દુનિયાદારી કદી ના ફાવે.
છેતરવાનું કોઈને શબ્દકોશે નથી,
કોઈ ખીજાય એના પર રોષે નથી.
એનું જીવતર એ ભોળા થૈ ચલાવે..1
હિસાબની બાબતે ગણિત કાચું,
જેવા સાથે તેવા ન બને એ સાચું.
એની વેદનાને બસ કવિતામાં કંડારે..2
મા શારદાની કૃપા વરસતી લાગે,
નિતનવા વિચારો મનમાંહી જાગે.
ખટપટ, વેર , બદલો ના વર્તનમાં આવે..3
માનવધર્મની વાત કરનાર એ છે,
અનુભવ જગતને ધરનાર એ છે.
આપણું ગમે એને ના કરે એ મારે- તારે!..4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.