Gujarati Quote in Poem by Grishma

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વનો શ્વાસ
સ્વ ને પ્રેમ કરતા શીખો એવું ખૂબ સાંભળ્યું
જ્યારથી સ્વ ને પ્રેમ કરતી થઈ
દુનિયા ના રંગ ગયા બદલાઈ
જે મને પ્રેમ થી phone કરતાં હતા
એમના માટે હવે હું લાગણીવિહોની થઈ ગઈ
મારા પરિવર્તન ને સાંખી ના શક્યું કોઈ
કઠેડામાં ઊભી મને કરી દીધી
જાણે મારા થી થયો મોટો અપરાધ કોઈ
જ્યાં સુધી બધાની હજી હા કરી
ત્યાં સુધી હું બધાને બહુ વ્હાલી લાગી
સ્વ ને ભૂલી બીજા ને સર્વસ્વ બનાવી
હું તો જિંદગી જીવતા જ ભૂલી ગઈ
મારી પોતાની પણ છે લાગણી
એને પંપાળતા જ વિસરાઈ ગઈ
ધીમે ધીમે શરીર બન્યું ઘર બીમારી નું
અને લોકો એ કાયમ ની બીમાર કહ્યું
પણ આજે ખબર પડી કે મારો શ્વાસ પણ છે
તો મારે જ મારી ખબર રાખવાની છે
પછી ભલે ને બીજા વાતો કરે
પણ મારે તો મારી જિંદગી જીવવી જ છે

Gujarati Poem by Grishma : 112034477
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now