Gujarati Quote in Microfiction by SUNIL VADADLIYA

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે કોલેજનું વાતાવરણ ખૂબ સુંદર લાગી રહ્યું ખાસ કારણ એ હતું કે કોલેજના એચ.ઓ.ડી. અને ટ્રસ્ટીશ્રી ડોક્ટર હિતેશ મહેતા નું પ્રવચન અને તેનો વિષય ધર્મનિરપેક્ષતા હતો.
સાહેબ એ ભૂલવાનું શરૂ કર્યું. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે અને બધા ભાષા, પહેરવેશ, બોલી, આચાર વિચાર તેમજ રહેણીકરણી માં વિવિધતા જોવા મળે છે. તેમાં પણ ધાર્મિક વિવિધતાઓ ઘણી છે. આમ છતાં બધા સાથે હળી મળીને રહે છે. એકબીજાના તહેવારોમાં શુભેચ્છાઓ પાઠવે છે. અને ભારતીય સંવિધાન પ્રમાણે બધા જ ધર્મના મુખ્ય તહેવારો માં જાહેર રજા આપવામાં આવે છે. અને આમ આપણી ધર્મનિરપેક્ષતા એ વિશ્વમાં જાણીતી છે. જાણે એક જ ડાળના પંખી હોય એમ બધા સાથે રહે છે. અને આ ખરું ભારત છે. અને વ્યાખ્યાન પૂર્ણ થતા તાળીઓથી સાહેબને બધાએ વધાવી લીધા નવો જોડાયેલો યુવાન સાહેબ થી પ્રભાવિત થયો વાહ કેટલા ઊંચા વિચારો અને તે જ મહિનામાં ઇસ્લામ ધર્મ નો પવિત્ર તહેવાર રમજાન ઈદ આવતી હતી અને સાહેબ એ મીટીંગ કરી અને કહ્યું આ રજા આપણે આપતા નથી. અને કહ્યું કે આવી બધી રજાઓ આપણું મંડળ આપતો નથી ત્યારે યુવાનને થયું કે આ તો 'હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા' એ આનું નામ! પછી ખબર પડી કે અહીંયા તો સરકારના નીતિ નિયમો લાગુ પડતા નથી અને મનસ્વી નિર્ણય કરવામાં આવે છે. સરકારી કામકાજ કે વળતર રજા, વેકેશન, તહેવારોની રજા વગેરે નો છેદ ઉડી ગયો છે!

Gujarati Microfiction by SUNIL VADADLIYA : 112034261
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now