"સીવી જાણું છું"
જીવનની દરેક પળને હું ખુમારીથી જીવી જાણું છું,
અનુભવના તાર પર તૂટેલા શ્વાસ સીવી જાણું છું.
પડી જાય તિરાડ સંબંધોમાં કે ઘાવ ઊંડો હોય ભલે,
રફુ નાનું હોય કે મોટું, હું પ્રેમથી સાંધી જાણું છું.
નથી ટેવાયેલો કોઈની શરતો કે સલાહો પર જીવવા,
આમ સિવાય તેમ સિવાય નહીં, જે ધારું તે સીવી જાણું છું.
સમય ભલે આકરો થઈને આંસુઓની ભેટ ધરે,
હું વિષના ઘૂંટડા પણ હસતે મુખે પીવી જાણું છું.
અંધકારની ગમે તેવી ચાદર ઘેરી વળે તો શું થયું?
હું મારા જ વિશ્વાસની અડીખમ જ્યોત દીવી જાણું છું.
નથી મને કોઈના ટેકા કે સહારાથી મંજિલ સુધી પહોંચવાની ટેવ,
હું 'સ્વયમ્'ભૂ' થઈને મારી કિસ્મત ખુદ સીવી જાણું છું.
અશ્વિન રાઠોડ — “સ્વયમ્'ભૂ”