Gujarati Quote in Good Morning by Shailesh Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી "ખોખલી કલ્પનાઓ" એ
ખુલ્લાં, ને વિશાળ મેદાન જેવી હોય છે,
જ્યારે કઠોર વાસ્તવિકતા એ, આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડતો રસ્તો,
હવે જો આપણે આપણી જીવન રૂપિ ગાડી પેલા ખુલ્લા મેદાનમાં ચલાવીશું,
તો આપણે બિલકુલ ધ્યાન આપ્યા વગર, અને પૂરી બેદરકારી પૂર્વક પણ ચલાવીશું, તો પણ, ક્યારેય...
આપણને અકસ્માત થવાનો ભય નહીં રહે, પરંતુ આમ કરવાથી છેલ્લે પરિણામ તો એજ આવશે કે,
જ્યારે આપણે ગાડીમાંથી બહાર આવીને જોઈશું તો આપણને સાચો ખ્યાલ આવશે કે,
આપણે તો હજી ત્યાં ના ત્યાંજ છીએ, અત્યાર સુધી જો આપણે આપણા જીવનમાં કંઈ કર્યું છે, તો માત્ર એટલું જ કે,
આપણે આપણો વહી ગયેલ સમય, અને આવવાવાળો સમય, બંનેનો એક સાથે બગાડ જ કર્યો છે, આનાથી વિશેષ બીજું કંઈજ નથી કર્યું, અને જો આપણને આપણી વાસ્તવિક મંઝિલ સુધી લઈ જતો રસ્તો જો આપણે પકડયો હોત,
તો ભલે એ રસ્તા પર, થોડા ઘણા ખાડા ટેકરા આવે, કાચો પાકો રસ્તો આવે, સિગ્નલ કે ટ્રાફિકમાં આપણો થોડો સમય પણ બગડે, પરંતુ
છેવટે તો એ રસ્તો આપણને આપણી મંઝિલ સુધી જ પહોંચાડે છે ને ?
હવે નક્કી આપણે કરવાનું છે કે,
આપણે આપણી ભ્રામક કલ્પનાઓમાં જીવવું છે, કે પછી
થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરીને, આપણો થોડો ઘણો સમય બગડતો હોય તો બગાડીને પણ,
આપણને આપણી મંઝિલ સુધી દોરી જતી વાસ્તવિકતાઓ વાળો રસ્તો પકડવો છે ?

Gujarati Good Morning by Shailesh Joshi : 112034207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now