ઘરનું વ્યક્તિ હોય, કે પછી બહારનું
વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ
એમની સાથે આપણે આપણા
વાણી વર્તન અને વ્યવહારમાં
ભલે ગમે તેટલું
કૂણું વલણ અપનાવીએ,
અને અપનાવવું પણ જોઈએ,
પરંતુ, એ કુણા વલણની
"માત્રા અને યાત્રા" ત્યાં સુધી જ
આગળ વધારવી, કે જ્યાં સુધી એ
સામેનું પાત્ર, એનો દુરુપયોગ ન કરે,
કે પછી ના એવું કરવાનું વિચારે,
પછી ભલે સામેનું એ વ્યક્તિ,
ઘરનું હોય કે બહારનું, બાકી તો
આપણું એજ કૂણું વલણ,
આપણને જ,
સોયની જેમ ખૂંચશે.