--- ટેગ# એક જુવાન#કવિતા#દેશ ભક્તિ #સરક્ષણ #સૈનિક # વતન#મા-બાપનો પ્રેમ#માતૃભારતી#૧૫ મી ઓગસ્ટ#
એક જુવાન ફોજમાં ગયો,
માને વચન દઈને ગયો,
"રડતી નહીં મા, હું આવીશ,
તિરંગો લહેરાવીને આવીશ"
યાદ આવી બધા પ્રેમની, એ ખંખેરીને ગયો
ઘર અને ગામની અનુભૂતિ, અટકાવીને ગયો
દેશ માટે પ્રાણને પાથરવા ગયો
હતી ચિંતા માં બાપની, પણ એ
હચમચાવીને ગયો
ગામની ગલી સૂની કરી ગયો,
ખેતરમાં બાપની સાથે,
હવે ફોટો જ બાકી મૂકી ગયો
બહેનની રાખડી અધૂરી છોડી ગયો
પણ સરહદ પર સિંહ બનીને,
ઠંડી રાતે જાગીને,
"ભારત માતા કી જય" કહીને
દુશ્મનના છક્કા છોડાવાને ગયો
. "મેરા ભારત મહાન" કહીને ગયો
---.
🇮🇳
ઘર છોડીને સરહદ સાચવનાર ની કહાની