પ્રાણીઓમાં બુદ્ધિશાળી ગણાય છે હાથી.
શક્તિમાં પણ તાકાતવર મનાય છે હાથી.
સવારી એની ગૌરવને પ્રદાન કરનારી થતી,
રાજા મહારાજાની સવારી થાય છે હાથી.
યુદ્ધમાં પણ એની કામગીરી અચૂક હોવાની,
સ્વરૂપ ગણપતિનું માનીને પૂજાય છે હાથી.
મદનિયાં સંગ વનવિહાર એનો રમ્ય ગણાતો,
સરકસમાં આખરે મહાવતથી બંધાય છે હાથી.
અંકુશ એની શક્તિને નિયંત્રિત કરતું પરિબળ,
જલક્રીડા કરતા જોતાં સુંદર દેખાય છે હાથી.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.