ઘર છે તમારું એથી ક્યારેક આવ્યા કરો.
ક્યાં છો પરાયા એવો ભાવ બતાવ્યા કરો.
નથી આ કૈં આંખની ઓળખાણ આપણી,
રૂઠીએ તો શું ?ક્યારેક તો તમે મનાવ્યા કરો.
ખબર છે કે મન હોય છે આડવીતરું ભલે,
મૂકી અતીત કોરાણે એને સમજાવ્યા કરો.
વાત તો સાવ નાની જ હતી વૃક્ષ શાને કરો?
પાછા ફરીએ નથી ગયા દૂર, ભૂલાવ્યા કરો.
આંસુ એ તો છે ઘરેણું નૈનનું પ્રસંગે જે શોભે,
મમળાવી અતીતને વળી સતત ના વહાવ્યા કરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.