જોને દર્દ કરતાં દવા વધારે પીડા આપે છે.
રુદન કરતાં હાસ્ય વધારે પીડા આપે છે.
વણનોતર્યું આવ્યું જીવનમાં એ દુઃખ હતું,
દુઃખ કરતાં સુખ વધારે પીડા આપે છે.
છલકાઈ આંખ હર્ષના અતિરેકમાં કદીએ,
શોક કરતાં હર્ષ વધારે પીડા આપે છે.
થઈ ગઈ આંખો રાતી પ્રતિક્ષા વિજોગની,
વિયોગ કરતાં મિલન વધારે પીડા આપે છે.
જન્મથી જ જેનો ડર હતો એ મૃત્યુ તણો,
મૃત્યુ કરતાં જીવન વધારે પીડા આપે છે.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.