કવિતા:
"છુપાયેલ જોયા છે"
_## surubha jadeja ##_
મેં ઊંચા ઊંચા હોદ્દાઓ ઉપર અભિમાની છુપાયેલ જોયા છે,
અને ક્યાંક નાનકડા માણસોમાં, સ્વાભિમાની છુપાયેલ જોયા છે.
મેં ભરેલા ખજાનાઓમાં લાલચી છુપાયેલ જોયા છે,
અને અડધી રોટલી વહેંચતા હાથોમાં, દાનવીર છુપાયેલ જોયા છે.
મેં મોટા મોટા ઉપદેશોમાં સ્વાર્થ છુપાયેલ જોયા છે,
અને મૌન રહીને આંસુ લૂછતા ચહેરાઓમાં, ધર્મ છુપાયેલ જોયા છે.
મેં ઝગમગતા મહેલોમાં એકલતા છુપાયેલી જોઈ છે,
અને તૂટેલી ઝૂંપડીઓમાં, હૂંફનો દરિયો જોયો છે.
મેં દુનિયા જીતવાની દોડમાં માણસને ખોવાયેલ જોયા છે,
અને પોતાની જાતને જીતી ગયેલાઓમાં, પરમાત્મા છુપાયેલ જોયા છે.
મેં ચમકતા અરીસાઓમાં ચહેરાઓ છુપાયેલ જોયા છે,
અને અંતરના નિર્મળ મનમાં, કિરદાર છુપાયેલ જોયા છે.
મેં તાળીઓના ગડગડાટમાં અહંકાર છુપાયેલ જોયા છે,
અને નિઃશબ્દ નમતા મસ્તકોમાં, સંસ્કાર છુપાયેલ જોયા છે.
---
`#જીવન #સત્ય #માણસાઈ #સંસ્કાર #
#SurubhaJadeja #વિચારકવિતા `
❤️