હકીકત છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો.
ગમે તેવાને બક્ષવાનો એનામાં રિવાજ નથી હોતો.
એ હોય છે પરમેશની નજીક જેને જગ તરછોડી કદી
એના જેવા જ બીજાનો અહીંયાં સમાજ નથી હોતો
હોય જે માણસો હરિના દુનિયાથી નથી પરખાતાને,
અંગત જીવન હોય અલબેલું વીજગાજ નથી હોતો.
નાની પડે દુનિયા સાચા સંતોને ઓળખવામાં હંમેશાં,
સંત એટલે સંત એના શિરે કશોએ તાજ નથી હોતો.
વેદના વિભુની જો જાય પ્રગટી પામવાની કદી પણ,
એ દર્દ છે હઠીલું પામ્યા વિના કોઈ ઈલાજ નથી હોતો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.