(„ગઝલ”) – "દર્દ એ દિલ"
તારી બદ દુઆની એક ફરિયાદ એ દિલમાં છે હજી,
તું તો ગઈ, પણ તારી યાદ એ દિલમાં છે હજી.
લોકો કહે છે ભૂલી જા, નવો ચિરાગ કર,
હું પ્રેમમાં કેવો થયો બરબાદ એ દિલમાં છે હજી.
તેં તો નવા ઘરના દીવા શણગારી દીધા,
મારા એકાંતનો ઘેરો અવસાદ એ દિલમાં છે હજી.
છેલ્લી મુલાકાતે તેં કંઈ જ ના કહ્યું,
બસ તારો એ મૌન સંવાદ એ દિલમાં છે હજી.
તું સુખી છે એ સાંભળીને રડી પડ્યો છું,
તોય તારી ખુશીની આબાદ એ દિલમાં છે હજી.
દુનિયાએ તો મને હસીને નાશાદ કહી દીધો,
તેં આપેલો પ્રેમનો ઉન્માદ એ દિલમાં છે હજી.
હાર્યો છું હું જાતથી, જગથી નહિ, "સ્વયમ્'ભૂ,"
તારો જ દીધેલો વિષાદ એ દિલમાં છે હજી.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"