કદી આવીને આંગણે અમને મળો તો ખરા !
છે ઉત્સવ અમારે એમાં તમે ભળો તો ખરા !
આયખું આખ્ખું વીતી ગયું પ્રતિક્ષા કરવામાં,
તમારેય હશે હૃદય તેથી સળવળો તો ખરા!
મારેય મારી નિજની રામકહાણી છે વગરકીધી,
જરાધ્યાન દઈને તમે કદીએ સાંભળી તો ખરા!
રસ્તો વિજોગનો આંકરો એમાં આગળ છો ઘણા,
વિચારી દશા એક અબળાની પાછા વળો તો ખરા!
છૂટેલી ગાંઠને ફરી ગંઠાવાની રખેને હોય અભિલાષા,
રાખી મન મોટું સ્નેહની સુખદ માણો પળો તો ખરા!
- ચૈતન્ય જોષી 'દીપક 'પોરબંદર.