જન્મદિન. મુબારક
----–---------------
મુજ હૃદય થી મધૂર શબ્દો બધા ખીલતા રહે અને ,
જન્મ દિન મુબારક આપતા, શુભ ભાવના વહેતી રહે,
પ્રભાત ના કિરણો તુ જ જીવન ને રોશન કરે અને
ઝાકળ બિંદુ આ સુંદર જીદગી ને ચમકતી કરે,
ખૂશી ના વાદળો બધા તમ જીદગી માં વરસતા રહે,
સુખ ની લહેરો તુ જ જીવન માં સદા વહેતી રહે,
કંટકો બધા તમ જીવન ની રક્ષા કરે, અને માર્ગ
ના પથ્થરો બધા જીવન ની ઈમારત ચણતા રહે,
શુભેચ્છા આપુ જન્મ દિવસ ની , જીવન સદા ઝળહળતુ
રહે , સદા હસતુ રહે , સદા મહેકતુ રહે.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ