🌧️ ચોમાસાને કાગળ લખ... 🌧️
(આજના ચોમાસાનું સાચું અને માર્મિક ચિત્ર)
ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે...
🎯 તીર જેવું દોરીને સીધો સોસાયટીનો રસ્તો બનાવ,
એની નીચે 'તળાવ' લખ, એ સમજી જાશે...
🚗 અડખે-પડખે પાણીમાં ડૂબેલી બંધ પડેલી ગાડીઓ દોરી,
એમાં વચ્ચે 'ટ્રાફિકજામ' લખ, એ સમજી જાશે...
☂️ જેવી ફાવે એવી બે છત્રીઓ ચિતરજે...
એની નીચે 'કાગડો' લખ, એ સમજી જાશે...
☁️ અગન ઓકતા આભને બદલે કાળાં-ડિબાંગ વાદળ તાણ,
એની નીચે 'સુકાતા નથી કપડાં' લખ, એ સમજી જાશે...
🪣 અડખે-પડખે બે-ત્રણ ડોલ ને તપેલી દોરી,
એની નીચે 'ધાબું લીક થાય છે' લખ, એ સમજી જાશે...
📦 વરસાદ ને લીધે પલળીને બગડેલો સામાન દોરી,
એમાં વચ્ચે 'ઘરોની લાચારી' લખ, એ સમજી જાશે...
🌾 કુંડાળા જેવું દોરીને પાણીથી ભરેલા ખેતર બતાવ,
હળવેથી 'જગતના તાત આંસુ સારે છે' લખ, એ સમજી જાશે...
🥺 જેવી ફાવે એવી એક બાળકની ઉદાસ આંખ ચિતરજે...
પાંપણ નીચે 'કાગળની હોડી પણ ડૂબી ગઈ' લખ, એ સમજી જાશે...
🌤️ ઉપર કાળાં-ડિબાંગ વાદળોની ભારે રેખા તાણ,
એની નીચે 'હવે બસ કર, ઉઘાડ આપ' લખ, એ સમજી જાશે...
ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે... 🙏
✨ – ઉમાકાંત 'ઉન્મેષ'
#monsoonseason #moonsoon #FloodAlert
#FloodRescue