કવિને કવિહૃદય જ સમજી શકે.
કવિને કવિહૃદય જ ઓળખી શકે.
હિસાબી માણસોનો વિષય નથી,
કવિને કવિહૃદય જ મૂલવી શકે.
પ્રપંચ , કાવાદાવા જોજન દૂર છે ,
કવિને કવિહૃદય જ વિચારી શકે.
ભોળાં કબૂતરને બાજને ના બને,
કવિને કવિહૃદય જ સાંભળી શકે.
આપવાનું હોય જ્યાં નૈ પામવાનું,
કવિને કવિહૃદય જ હરખી શકે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.