હાલ રે મનવા માનવ થૈને માનવ- માનવ રમીએ.
હું પણ માનવ, તું પણ માનવ શીદને ભેદ કરીએ?
ના રંક ના તવંગર, ના ઉચ્ચ કે નીચ ભૂલી જઈએ.
નથી ગયા દૂર હજુ છે ત્યાંથી બસ પાછા ફરીએ.
છીએ માનવ તો પછી માનવને જ શીદને નડીએ?
કોઈના કામમાં આવીએને કોઈ કાજે કરી છૂટીએ.
વાતેવાતે ઊછળતા અહમને એક કોર મૂકી દઈએ,
સાથ, સહકારને સમર્પણથી માનવતા નિભાવીએ.
સૌથી સવાયો છે ' માનવધર્મ' એને આચરણે મૂકીએ.
ઉપર બેઠો હરિ પણ હરખાશે, બસ એટલું કરી લઈએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.