નફા નુકસાનની વાતે ફાયદામાં છું.
જીવું બિન્દાસ તારા કાયદામાં છું.
ભીડમાં નથી ધર્મની બાબતે પણ,
તારી ભક્તિની અનોખી અદામાં છું.
યાદ છે હજુ એ આપેલાં વચનો,
પુરા કરવાના યત્નમાં વાયદામાં છું.
શું ફેર પડે હો અમાસ કે પછી પૂનમ?
તારું સ્મરણ રહે એ પ્રતિપદામાં છું.
દિનેદિને એ વધતો રહેતો પ્રેમ તારો,
હું તો પ્રભુ એવી એક આવરદામાં છું.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.