ભ્રમણધરી વછૂટી જાય પછીની દશા કરુણ હોય છે.
સ્વજનસંગ છૂટી જાય પછીની દશા કરુણ હોય છે.
જીવન તો જીવ્યા સાવ પારદર્શક કાચ જેવું હંમેશાં,
અચાનક કાચ તૂટી જાય પછીની દશા કરુણ હોય છે
અખૂટ ધરીને બેઠા હતા પાથેય ધૈર્યકંથા તણું અમેને
બાકી ધીરજ ખૂટી જાય પછીની દશા કરુણ હોય છે
ખજાનો સત્યનો સાચવીને વ્યવહારમાં ખર્ચતા અમે,
એને આપણાં લૂંટી જાય પછીની દશા કરુણ હોય છે
વાતવાતમાં અરીસામાં જોવાની હતી આદત અમારી
ચહેરો જોતાં એ ફૂટી જાય પછીની દશા કરુણ હોય છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.