વિચાર શબ્દ બનીને કાગળ પર પથરાવા લાગ્યો.
જાણે મળ્યો છૂટો દોર આગળ એ વધવા લાગ્યો.
શબ્દની સોબતે આપી ગતિ એને કેટલી ગજબની,
એક મનથી નીકળી બીજા મન સુધી જવા લાગ્યો.
શબ્દ સંગાથે રખે એ પામ્યો સ્થાન મોટું અકલ્પિત,
ગમ્યું વાચકને વળી એની આંખમાં વસવા લાગ્યો.
કોઈ વખાણે કોઈ વખોડે નિજમતિ અનુસાર પછી,
કોઈનો પ્રેરક બની એક નવું સર્જન કરવા લાગ્યો.
મનની ગતિ શબ્દો દ્વારા ઉજાગર થઈ હળવું થઈને નથી શબ્દ જેવો કોઈ સહારો એમ કહેવા લાગ્યો.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.