ઘરનું છત્ર બનીને જે રહેતા, એ મારા પિતા હતા.
ના કશી પણ ફરિયાદ કરતા, એ મારા પિતા હતા.
ના કદીએ માત્ર પોતાનું એ વિચારતા ક્યારેય પણ,
કુટુંબભાવનાથી જે જીવતા, એ મારા પિતા હતા.
સૌની જરૂરિયાત પૂરી કરવા એ પ્રયત્નશીલ રહેતા,
ના કદી પોતાની વાત કહેતા, એ મારા પિતા હતા.
ૠતુના પ્રહારો વેઠીને જે અર્થોપાર્જન અર્થે જતા,
કમાઈને જે ઘરને ચલાવતા, એ મારા પિતા હતા.
ભાગ લાવતા, ફરવા લઈ જતાને ચિંતા અમારી જેને
સંઘર્ષ વેઠી હિત સૌનું વિચારતા, એ અમારા પિતા હતા.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.