ક્યારેક એ ધબકારો ચૂકી જાય છે હૃદય.
યાદ એની એ બસ મૂકી જાય છે હૃદય.
આમ તો મનની ગણતરી મુજબ ચાલે,
સ્વાર્થના હિસાબથી વલોવાય છે હૃદય.
કપટ કાવાદાવા ને કાવતરા વિષય નથી,
પ્રાર્થનાના વિષયમાં ફાવી જાય છે હૃદય.
'જીવો અને જીવવા દો' એ સૂત્ર છે હૃદયનું,
વેરઝેરની વાતમાં છટકી કેવું જાય છે હૃદય.
બદલો લેવાનું જાણે કદી ફાવતું નથી એને,
સામે-નાને બદલાવીને પછી હરખાય છે હૃદય.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.