યંત્રને માનવ બનાવી શકે છે કવિતા
માનવમાં યાંત્રિકતા લાવી શકે કવિતા.
સ્મરણ હોય ભગવાનનું કે પ્રેમીજનનુ,
ઉરને કેટકેટલું પુલકાવી શકે છે કવિતા.
કોણ કહે છે એ તો શબ્દોની સરારત?
પથ્થરમાંથી પ્રાણ પૂરી શકે છે કવિતા.
કલરવ કરતા ઉરનો ઓટોગ્રાફ છે એ,
જમણી બાજુનો સાથ લૈ શકે છે કવિતા.
એકે હજારા જેવું ઉર પણ આખરે કેવું!
ખુદ પરમેશને એ પ્રગટાવી શકે છે કવિતા.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.