જિંદગી તું મને વારંવાર આમ શિક્ષા ન કર.
હું બદલી જઈશ એવી ખોટી પ્રતીક્ષા ન કર.
હું બધાને મળું મન ભરીને હર વખત સદાએ,
તું ખુદ મારાથી વારેઘડીએ આમ ઉપેક્ષા ન કર.
માનવ છું અને હરહંમેશ માનવ હું રહેવાનો,
મોકલી આફત ખોટી ખોટી તું પરીક્ષા ન કર.
માનવને દેવ થતા મેં કદી જોયા નથી હજુ સુધી,
વધુ પડતી આશા રાખીને એવી અપેક્ષા ન કર.
સક્ષમ છું મારા સિદ્ધાંતોને રક્ષવા કાજે હર ઘડી,
બનીને મસીહા જશ લેવાને મારી તું રક્ષા ન કર.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.,