તમે ગયા પછી ઘરનું હસવું રહ્યું નથી,
સૂના પડ્યા આંગણે ઉજાસ રહ્યું નથી.
એક માસ વીતી ગયો વિયોગના ભારમાં,
દિલ હજી તમારા જવાનું માની રહ્યું નથી.
દરવાજો રોજ શાંત માર્ગોને તાક્યા કરે,
તમારા પગલાં વિના ઘર સ્થિર રહ્યું નથી.
મસ્તક ઉપર સદા જે પ્રેમાળ સ્પર્શ હતો,
છાંયડા વિના હવે કોઈ ધૈર્ય રહ્યું નથી.
રાતો પડી છે ત્યારથી સૂની ને ભારણી,
આંખોમાં એક પળ આરામ રહ્યું નથી.
ભીંતો પણ આજકાલ નિઃશબ્દ થઈ ગઈ,
ખુશીનું પહેલાં જેમ ગુંજન રહ્યું નથી.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર