Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની સાચી પરખ
બે ચાર દિવસે
બે ચાર વાર
અલગ અલગ જગ્યાએ
અને અલગ અલગ સમયે
પોતપોતાના ઘરે રહીને
ગમે તેટલા વર્ષો સુધી
મળતા રહેવાથી નહીં, પરંતુ
એની સાચી પરખ, પરીક્ષા કે પછી સાચું પરિણામ, તો જ્યારે
લગ્નબંધનમાં બંધાઈ, એકજ છત નીચે, 24 × 7 અને 365 દિવસ ઘર સંસારમાં રહીને, જ્યારે જીવવાનું ચાલુ થાય, ત્યારે ખબર પડે કે બંને વચ્ચે એકબીજા માટે કેટલો પ્રેમ છે, એકબીજા પ્રત્યે કેટલી લાગણી છે, અને એકબીજાના પ્રેમને જરા સરખી આંચ ન આવે એના માટે કરવા પડતા ત્યાગની એ બંને પાત્રોમાં કેટલી માત્રા, કે ભાવના છે.
બાકી આદર્શ પતિ, અને આદર્શ પત્ની બનવું કંઈ આપણે માનીએ સમજીએ છીએ, એટલું સહેલું નથી. પરંતુ હા જીવવાની સાચી મજા તો એકબીજાની સાથે જ આવતી હોય છે, ત્યાં સુધી પહોંચવા ફક્ત એકબીજા માટે મન મોટું રાખવાની, અને એકબીજાનો બની શકે એટલો વધારે ખ્યાલ રાખવાથી, કોઈપણ સંજોગોમાં એકબીજાની ઈજ્જત, દરકાર અને હ્રદય પૂર્વક ચિંતા વ્યક્ત કરતા રહેવાથી, પ્રેમ અને સંબંધ બંને, મજબૂત અને પરિપક્વ થઈ જતાં હોય છે.

Gujarati Thought by Shailesh Joshi : 112024194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now