આપણી નાની મોટી તમામ વિકટ પરિસ્થિતિઓનો,
જો સહજતા, અને સ્વસ્થતા પૂર્વક, એને સ્વીકારમાં, એનો સામનો કરવામાં, કે પછી એનું સમાધાન શોધવામાં આવે, તો.....
તો તો આપણા જીવનમાં સુખ, અને શાંતિ પ્રાપ્ત કરવા માટે,
આપણે હમણાં જે જે, અને જેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ,
એ પ્રયત્નો, આપોઆપ અડધા થઈ જાય. પરંતુ હા...
આ કહેવું જેટલું સહેલું છે, એને અમલમાં મૂકવું એટલું જ અઘરું છે, પરંતુ જરૂરી તો છેજ.
કારણ કે, સુખનું સ્થાન હંમેશા દુઃખની પાછળ જ હોય છે,
માટે જો આપણે દરેક દુઃખથી, દરવખતે, છેટા ને છેટા ભાગતા ફરીશું, કે પછી દુઃખને આપણાથી છેટું કરવા માટે, એને ધક્કો મારતા રહીશું,
તો એની સાથે આપણું સુખ પણ આપણાથી કાયમ માટે, છેટુંને છેટુંજ રહેશે, અને જો આપણે આપણા દુઃખને સ્વીકારી ગળે લગાડતાં થઈશું, તો એની પાછળ જ,
આપણને આપણા સુખનું ચિત્ર ભલે ધીરે-ધીરે, પરંતુ એ ચિત્ર સ્પષ્ટ દેખાવા માંડશે, અને પાછું આના માટે આપણે વધારે કંઈ જ કરવાની આવશ્યતા નથી, કરવાની છે માત્ર પોતે અંદરથી મજબૂત બનવાની શરૂઆત.