#લય મેળ શબ્દ રચના ગીત
# બાવરીયુ
# ગીત મંજરી
તન મન ઘટ મોજે માજરીયુ...
ક્ષુધા શમે ના તૃષા તમે ના,
વલોવી વલોણે. વળવળેના...
છાશે તરણા માખણીયુ....
સકળ ડખળ જીવન પથ પર,
જુરે વલખે વલોપાત સત પર...
બાફિ બોળ્યું બાજરીયુ...
મલોખ માડવડે જૂલે વાત વરી,
ઉડે ખગ નભ તળ ટહેલ તરી..
સજ્જડ મારી છે ફાચરીયુ...
મોર આંબલીયે,કોયલ ટહૂકે,
વસંત ખીલે તમરા ઝબૂકે....
મનરવ મન બન્યું બાવરીયુ....
મનજી મનરવ