કૃપા થાય પરમેશની તો સારી મતિ મળે.
કૃપા થાય પરમેશની તો ઉર્ધ્વગતિમળે.
સઘળું કાંઈ આપણા હાથમાં નથી હોતું,
કૃપા થાય પરમેશની તો નિજ ક્ષતિ મળે.
સુખ દુઃખ ખ્યાલો આખરે મનના માનવા,
કૃપા થાય પરમેશની તો હરિભક્તિ મળે.
આવાગમનના ફેરા ટાળવાનું લક્ષ્ય સૌનું,
કૃપા થાય પરમેશની તો રામ રતિ મળે.
રોજ રોજ અટવાયા કરવાનું વિષયોમાં,
કૃપા થાય પરમેશની તો એથી મુક્તિ મળે.
--ચૈતન્ય ચંદુલાલ જોષી 'દિપક 'પોરબંદર.