જીવનમાં જે કરવું છે, કરવા જેવું છે,
એના વિશે ઘણા લોકો,
હદ બહારનું વિચારે છે,
અને જે નથી કરવા જેવું,
એ કરતી વખતે તો એ,
જરા સરખું પણ ક્યાં વિચારે છે ?
ને પછી એમાંને એમાં,
જે તે વ્યક્તિ પાસે
સમય તો ખૂબ બચે છે, પરંતુ
એ બચેલો સમય, વિચારવામાં ઓછો,
અને અફસોસ કરવામાં વધારે વપરાય છે.
- Shailesh Joshi