Gujarati Quote in Motivational by PRASANG

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપૂર્ણ જીવન.!!!

મૃત્યુ નાશ નથી,
તે તો પરિવર્તન છે.

નાશ તો ત્યાં છે
જ્યાં ચેતના હોવા છતાં
જાગૃતિ નથી.

શરીર શ્વાસ લે,
પણ “હું” સૂતું રહે,
એ જીવન નથી, માત્ર ગતિ છે.

જે ક્ષણે
કામના જીવતી રહે
અને અનુભૂતિ મરી જાય,
ત્યાં જીવન અપૂર્ણ બને છે.

મરણ એક ક્ષણનું વિસર્જન છે,
પણ અજાગૃત જીવન
દીર્ઘ બંધન છે.

જે જીવ્યો નથી,
તે મરતો પણ નથી,
તે માત્ર અટકેલો રહે છે.

આત્મા ન મરે,
પણ અજાગૃત આત્મા
જીવનને અધૂરો છોડી દે છે.

પ્રસંગ
પ્રણયરાજ રણવીર

Gujarati Motivational by PRASANG : 112017301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now