આમ અચાનક ગાયબ થવું તારું મને ના ગમે,
વિના કારણની આ નારાજી, એ જ મને ના ગમે.
એક શબ્દ કહેશે તો દુઃખ પણ સહેલું લાગી જાય,
મૌન રાખી દિલને મારવું, એ ખેલ મને ના ગમે.
રાતે તારી યાદ, દિવસે ખોટું હસવું,
અંદર સળગતી આ આગ, એ ઢોંગ મને ના ગમે.
વચન આપી હાથ છોડે જે, એ પ્રેમ શું કામનો,
આધા રસ્તે છોડી દેવું, એ દાગ મને ના ગમે.
સાચું હોય તો કડવું પણ સ્વીકારી લઈશ હું,
પણ જુઠ્ઠી શાંતિનો આ શાંત ઢબ મને ના ગમે.
“પ્રસંગ” માંગે નહીં ચાંદ-તારા કે કસમો,
ફક્ત તું સાચા રહેજે, અડધો પ્રેમ મને ના ગમે.
"પ્રસંગ"
પ્રણયરાજ રણવીર