સરનામું.!!!
લખી દો આમ જ સરનામું, મને શોધવું ના પડે,
થાક્યો છું હું ભટકીને, ફરી શોધવું ના પડે.
નામ લેતાં જ તારો, શ્વાસ થંભી જાય થોડો,
એવો સંબંધ રાખી દે, મને શોધવું ના પડે.
દરેક રસ્તે હું તૂટ્યો, દરેક વળાંક પર હાર્યો,
હાથમાં હાથ રાખી લે, મને શોધવું ના પડે.
શબ્દો ઓછા રહે તો પણ, અર્થ આખો રહી જાય,
એક નજર પૂરતી હોય, મને શોધવું ના પડે.
હું પોતાને ગુમાવ્યો છે, તને પામવા જતા,
હવે પોતામાં જ તું રહે, મને શોધવું ના પડે.
“પ્રસંગ” એટલું જ કહે છે, થાકી ગઈ છે આત્મા,
એકવાર પોતાનો કહી દે, મને શોધવું ના પડે.
પ્રસંગ
પ્રણયરાજ રણવીર