સાંસ્કૃતિક મશાલ: રૂપલબેન વ્યાસ
નિખાલસ હૃદયના તમે છો મહારાજ,
બધા કાજે સરખું જ રાખ્યું છે હેત-કાજ.
ભલે ઓછી ઊંચાઈ દેખાય જગને,
તમે આંબ્યું આભે સફળતાનું તાજ.
કલાકારની શક્તિ પારખી જ જાઓ,
તમે છો વિદ્યાર્થીના સાચા અવાજ.
બન્યા NSS ની તમે એક મશાલ,
સેવા કાજે અર્પ્યું છે આખુંયે કાજ.
જતન સંસ્કૃતિનું તમે જે કરો છો,
ખરેખર રૂપલબેન, છે તમને આ નાજ.
તમે ‘સંસ્કાર ભારતી’ ના માર્ગદર્શક,
સીંચો છો સંસ્કારો, અનોખો અંદાજ.
સૂર ને સંગીતમાં ડૂબ્યા છો તમે,
છે સપ્તક ના સુરોમાં તમારો જ સાજ.
મળ્યા ગુરુ અમને તમારા જેવો લ્હાવ,
ધન્ય ભાગ્ય અમારા, છે તમારું જ રાજ.