🙏 *એ મા - બાપ છે* 🙏
____________________
વાચા વિના પણ જે ચહેરાથી શબ્દો સમજી શકાય એ *' મા '* છે.
ભર બપોરે ચંદ્રમાનો અહેસાસ કરાવે એ શીતળતા *' મા '* છે,
જીવનભર ગણતા ગણતા પણ, જે દાખલાનો હિસાબ ન મળે, જવાબ ન મળે તો સમજી લેજો કે એ *' બાપ '* છે,
થપ્પડ મારીને પણ છાને ખૂણે રડીલે એ *' મા - બાપ '* છે,
ખવડાવીને ખાય, ને સુવડાવીને સુવે એ *' મા - બાપ '* છે.
સતયુગ હોય કે કળયુગ, કોઇપણ યુગમાં ના બદલાય ,
વરસતા વાદળની ભીનાશ, એ *' મા - બાપ '* છે,
હજારો દંશ પછી પણ જેના તનથી નીકળે દૂધની ધારા, એ બીજુ કોઇ નહીં *'મા - બાપ'* છે, *' મા - બાપ '* છે.
*- જયવંત બગડીયા / કવિરાજ*