Gujarati Quote in News by Gautam Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિઝામ ડાયમન્ડ

ભારતમાં મળી આવેલો બહુ જાણીતો હીરો નિઝામ ડાયમન્ડ
હતો, જેનું વજન ૩૪૦ કેરેટ એટલે કે કોહિનૂરથી પણ ૩૦
કેરેટ વધુ હતું. એક સ્થાનિક સોનીએ તેને માટલામાં સંતાડી
રાખ્યો હતો, માટે એમ ધારી શકાય કે નિઝામના હૈદરાબાદ
રાજ્યની ખાણમાંથી એ ચોરવામાં આવ્યો હતો. નિઝામના
દીવાન ચંદુલાલને ખબર પડી, એટલે તેણે હીરો મેળવીને
રાજ્યની તિજોરીમાં જમા કરાવી દીધો.
પહેલ માટે કટિંગ થયા પછી ૧૮૩૦ના અરસાનો તે હીરો
૨૭૭ કેરેટનો બન્યો. આ વજન પણ કટિંગ બાદના કોહિનૂરથી ૧૭૧.૪ કેરેટ વધારે હતું અને મૂલ્ય પણ વધારે હતું. કોહિનૂર આજે બ્રિટિશ તાજમાં છે, તો નિઝામ ડાયમન્ડ
નિઝામ મીર ઓસ્માન અલીના શાસનકાળ દરમ્યાન કે પછી એ પહેલાં નિઝામ ડાયમન્ડ લાપત્તા બન્યો. ઓગણીસમી સદીની અધવચ્ચે તત્કાલીન નિઝામ પર અંગ્રેજોનું લેણું હદપાર ગયું ત્યારે નિઝામે તે સમયના દીવાન અને ચંદુલાલના
અનુગામી નસીર-ઉદ-દૌલા મારફત જાન્યુઆરી ૧૩, ૧૮૫૨ના રોજ હીરો અંગ્રેજ રેસિડન્ટને મોકલાવ્યો. રેસિડન્ટે
તે સ્વીકાર્યો નહિ. ‘મદ્રાસ સ્પેક્ટેટર' નામના અખબારે પોતાના અહેવાલમાં લખ્યું કે નિઝામ ડાયમન્ડની કિંમત
બ્રિટનના ઝવેરીબજાર મુજબ ૬,૦૦,૦૦૦ પાઉન્ડ હતી. આ મૂલ્ય તે જમાના પ્રમાણે જેવું તેવું લેખાય નહિ.
આમ છતાં નિઝામના માથે રૂા. ૩૩,૦૦,૦૦૦નું દેવું ચડ્યું હતું
અને રેસિડન્ટ તે નાણાં રોકડા મેળવવાનો આગ્રહી હતો. નિઝામે અંતે પોતાનું બધું ઝવેરાત હૈદરાબાદની સ્ટેટ બેન્કમાં ગિરવે મૂકી રોકડેથી દેવું ચૂકવ્યું અને થોડા વર્ષ પછી નિઝામે ડાયમન્ડ સહિત બધું ઝવેરાત છોડાવી લીધું. નિઝામ ડાયમન્ડ ત્યાર પછી કદી જોવામાં આવ્યો નહિ. નિઝામનું જે શાહી ઝવેરાત જાન્યુઆરી, ૧૯૯૫માં ભારત સરકારે ખરીદ કર્યું તેમાં એ હીરો ન હતો.
https://www.facebook.com/share/p/1HkV1MaH1u/

Gujarati News by Gautam Patel : 112012403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now