તું મળે ત્યારે તો બધું જ મળે!
પણ દિવસ એવા સારા, જૂજ મળે!
મંદિરે જાઉં છું પૂજા કરવા,
ને હું ઈચ્છું, કે ત્યાંય તું જ મળે!
'હોય તું' 'હોય તું' વિચારું હું,
તારા હોઠેથી ત્યારે 'છું જ' મળે!
એમ મારામાં તું મળી આવે!
કચ્છમાં જેવી રીતે ભુજ મળે!
ન કશું તારું હો ન મારુ હો,
જે મળે, બધ્ધું આપણું જ મળે!
કેન્દ્ર સ્થાને તો તું રહે એના,
ગઝલે ગઝલે કશું નવું જ મળે!
... ✍🏻✍🏻 ભરત આહીર