તું બનીને વાદળ વરસ્યા કરે, પણ મારે હવે ભીંજાવું જ નથી!
તું ચાંદ બની હવે ચમકતી રહે, મારે તારો બની હવે તૂટવું જ નથી.
તું નજર કરીને લુભાવતી રહે, મારે એ નજરમાં ડૂબવું જ નથી!
તું કંટક બની ચુભતી રહે, એ રસ્તા પર મારે હવે ચાલવું જ નથી!
તું બનાવી રમકડું રમાડ્યા કરે એવો પાગલ હું પણ નથી!
તું કહે ને હું માની પણ જાવ? એવો ઘાયલ હું પણ નથી!
તારી પાછળ આંસુ વહાવ્યા કરું,, એવો કાયર હું પણ નથી!
યાદમાં તારી ગઝલો લખ્યા કરું, એવો શાયર હું પણ નથી!