શબ્દોને સંભારી લખું.
વાત મારી કે તારી લખું.
છે દાવાનળ દિલ દ્વારે,
અગન ઉરની ઠારી લખું.
થોડું થોડું રોજ નૈ ફાવે ,
કહાની એકધારી લખું.
ભાત ભીતર છાપી ઘણી,
હવે તો બસ કિનારી લખું.
ઓડકાર ભૂખ્યા પેટે છે,
તો શું પાનસોપારી લખું?
બધે બધું નથી કહેવાનું,
એથી જ છટકબારી લખું.
સાવ લૂલા શબ્દો બધા,
કેટલું મઠારી મઠારી લખું?
-ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.