પડે જરુરત મારી કદી, ટકોરા બારણે દેજો.
ના ગણશો મુજને રદ્દી, ટકોરા બારણે દેજો.
કાળી રાત હોય કે દિવસ ધોળો આવજોને,
આપીશ આવકાર વદી, ટકોરા બારણે દેજો.
આવીશ ઉઘાડા પગે હાથ અને સાથ દેવાને,
પરોપકાર ગયો છે સદી, ટકોરા બારણે દેજો.
એક જ રંગ મારો ના કદીએ બદલનારો એ,
છોને વીતતી સદીને સદી, ટકોરા બારણે દેજો.
ના સ્વાર્થ ભાળી મતિ મારી બદલનારી સમે,
પ્રભુ ના દેજે એવી બદી, ટકોરા બારણે દેજો.
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.