રોજરોજ અઘરો થતો જાય છે માણસ.
એથી જ ક્યાં કદી સમજાય છે માણસ.
દૂર ભાગે છે મહેનતથકી એ તો હરવખ્ત,
શોર્ટકટનો રસ્તો શીખી જાય છે માણસ.
ઈમાનદારી ગમે છે જરુર, છે એ મજબૂર,
અર્થપ્રાપ્તિમાં અંધ જાણે થાય છે માણસ.
સર્વસ્વ માની બેઠો છે એ માત્ર પૈસાને જ,
નીતિમત્તાથી આખરે દૂર દેખાય છે માણસ.
સગવડો મળી એને પ્રત્યેક પગલે જીવતાં,
અંતરની શાંતિથી દૂર પરખાય છે માણસ.
- ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.